HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની શાંતિ માટે 30 ઓક્ટોબરના રોજ શાંતિ હવનનું...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની શાંતિ માટે 30 ઓક્ટોબરના રોજ શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું

મોરબીમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનાને 2 વર્ષ પૂર્ણ થયા હોય તે નિમિતે મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી, દેવેશભાઈ રાણેકવાળીયા, વાલજીભાઈ મુછડીયા, મુસાભાઈ બ્લોચ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવ્ય આત્માઓની શાંતિ માટે અને ન્યાય માટે 30 ઓક્ટોબર ને બુધવારના રોજ સામાકાંઠે એલ.ઈ. કોલેજ રોડ, મહાપ્રભુજીની બેઠક આગળ, ઝુલતા પુલના પાછળના ભાગે સવારે 9:30 થી બપોરે 1:00 વાગ્યે સુધી શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં ઉપસ્થિત રહેવા મોરબીની જાહેર જનતાને સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW