HomeGujaratમોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનના ફળિયામાં રહેલ કારમાંથી 3 લાખનો વિદેશી...

મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનના ફળિયામાં રહેલ કારમાંથી 3 લાખનો વિદેશી દારુનો જથ્થો મળ્યો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જુના નાગડાવાસ પાસે રેડ મારતા ત્યાં દાદુભાઈ બચુભાઈ મહેતા નામના શખ્સના રહેણાંક મકાનના ફળિયામાં પડેલ મારુતિ સુઝુકી કંપનીની 800 સફેદ કલરની ફોર વ્હીલમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે કારમાંથી કુલ 318 વિદેશી દારૂની બોટલો અને કાર સહીત કુલ રૂ.- 3,00,228નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. હાલ રેડ દરમિયાન આરોપી હાજર ન મળતા મોરબી તાલુકા પોલીસે તે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી, તેના વિરુદ્ધ પ્રોહીબીશન એકટ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW