દિવાળી પર્વને હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે શાળા કોલેજો ના વેકેશન તેમજ પર પર પ્રાંતીય મજૂરોના તેના વતનમાં જવાનું પ્રમાણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે અને સાંજ પડતાની સાથે દિવસ દરમિયાન એસટી ડેપોમાં મુસાફરોની આવન જાવનમાં વધારો જોવા મળ્યો છે.
ડેપોમાં છેલ્લા 10 દિવસ દરમિયાન ઓનલાઈન બુકિંગ તેમજ ટીકીટ થકી હાલ દૈનિક આવક સવા ચાર લાખથી સાડા ચાર લાખ વચ્ચે જોવા મળી રહી છે. જે સમાન્ય દિવસમાં અઢી લાખથી આસપાસ રહેતી હોય છે. આગામી સપ્તાહમાં મુસાફરોનો ઘસારો વધે તેવી પૂરે પૂરી સંભાવના છે. જેને ધ્યાને લઇ એસટી વિભાગ દ્વારા હાલ જે અલગ અલગ રૂટ પર ચાલે છે. તે ઉપરાંત દાહોદ ગોધરા કે અમદાવાદ તરફ આવતા જતા મુસાફરોને સરળતાથી બસ મળી રહે તે માટે મોરબી એસટી ડેપો તરફથી આગામી 26 ઓગસ્ટથી એક્સ્ટ્રા બસ મુકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી એસટી ડેપો દ્વારા દાહોદ અને અમદાવાદ રૂટ પર એક્સ્ટ્રા 15 બસ દોડાવશે જે દૈનિક 30 ટ્રીપ લગાવશે આ ઉપરાંત જે રેગ્યુલર રૂટ પર ચાલે છે તે ચાલુ રહેશે. આ ઉપરાંત 28 બાદ જામનગર દ્વારકા રૂટ અને રાજકોટ રૂટ પર મુસાફરોની સંખ્યા આધારે એક્સ્ટ્રા બસ દોડાવવા નું આયોજન કરવામાં આવ્યું હોવાનો મોરબી એસટી ડેપોના મેનેજર એનીલ પઢારિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ઉદ્યોગનગરી હોવાના કારણે મોરબી જિલ્લામાં રાજ્યના અલગ અલગ જિલ્લાના શ્રમિકની સાથે સાથે રાજસ્થાન મધ્ય પ્રદેશ યુપી સહિતના શ્રમિકો પણ મજુરી માટે આવતા હોય છે અને આ મુસાફરો રાજકોટ અમદાવાદ થી લાંબા અંતરની ટ્રેન માટે તેઓ માટે એસટી આશીર્વાદ રૂપ બને છે. તહેવારની સ્થિતિને ધ્યાનેં લઇ આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધે તેવી સંભાવના વધી છે.
છેલ્લા 10 દિવસમાં એસટી વિભાગને 43.97 લાખની આવક,
મોરબી એસટી વિભાગમાં છેલ્લા 10 દિવસમાં મુસાફરો થયેલા ઘસારાનો અંદાજ છેલ્લા 10 દિવસમાં થયેલા આવકના વધારા પરથી કહી શકાય સામાન્ય દિવસમાં એસટી ડેપોની દૈનિક આવક 2.50 લાખની આસપાસ રહે છે. જોકે છેલ્લા 10 દિવસ દરમિયાન તેમાં વધારો થયો છે અને આ ગાળામાં દૈનિક આવક 3 લાખ 95 હજારથી 4 લાખ 80 હજાર વચ્ચે રહી છે 10 દિવસમાં જ એસટી વિભાગને 43.93 લાખની કમાણી મોરબી ડેપોએ કરી આપી છે.
રેલ્વે અને ખાનગી ટ્રાવેલ્સ પણ મુસાફરોની ભીડ
મોરબી જિલ્લામાં રહેતા શ્રમિકો પૈકી અન્ય રાજ્યના શ્રમિક હાલ દિવાળી માટે જતા હોય છે. ત્યારે તહેવારના કારણે મુસાફરો રેલ્વેમાં જાય છે. આ ઉપરાંત મોરબીથી દિવાળીની રજાઓમાં ફરવાનું આયોજન કરતા હોય છે. જેના કારણે હાલ એડવાન્સ બુકિંગમાં લાંબુ વેઈટીગ ચાલતું હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. તો ખાનગી બસમાં મુસાફરોની ભીડ વધી છે રાત્રીના સમયે નેશનલ હાઈવે તરફથી નીકળી દાહોદ ગોધરા પંચમહાલ બનાસકાઠા સહિતના અલગ અલગ જિલ્લામાં ભીડ વધુ રહે છે.

