રશિયાના કાઝાન શહેરમાં BRICS સમિટનો બુધવારે બીજો દિવસ છે. PM મોદીએ આજે બે બેઠકમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે UNSCમાં સુધારો કરવો જરૂરી છે. અન્ય એક ભાષણમાં પીએમએ કહ્યું, ‘BRICS તેના નવા સ્વરૂપમાં વિશ્વની 40% માનવતા અને લગભગ 30% અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. સંસ્થાએ છેલ્લા બે દાયકામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. મને આશા છે કે BRICS વૈશ્વિક પડકારો માટે વધુ અસરકારક માધ્યમ તરીકે ઉભરી આવશે.’ PM મોદીએ વધુમાં કહ્યું કે ‘અમે યુદ્ધને નહીં, સંવાદ અને મુત્સદ્દીગીરીને સમર્થન આપીએ છીએ અને જે રીતે અમે સાથે મળીને કોવિડ જેવા પડકારને હરાવ્યો છે. એ જ રીતે, અમે ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છીએ.’PM મોદીએ પોતાના સંબોધન દરમિયાન નવા દેશોનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે નવું ફોર્મેટ વિશ્વની 40% માનવતા અને લગભગ 20% અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. સંસ્થાએ છેલ્લા બે દાયકામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. મને આશા છે કે BRICS વૈશ્વિક પડકારો માટે વધુ અસરકારક માધ્યમ તરીકે ઉભરી આવશે.
PM મોદીએ કહ્યું કે નવા સ્વરૂપમાં બ્રિક્સ 30 ટ્રિલિયન ડોલરથી વધુની અર્થવ્યવસ્થા છે. તે તમામ પડકારોનો સામનો કરવામાં સક્ષમ છે. મોદીએ કહ્યું કે UPI પેમેન્ટ ભારત માટે મોટી ઉપલબ્ધિ છે. ભારત BRICS દેશો સાથે UPI સિસ્ટમ શેર કરવા તૈયાર છે. અન્ય દેશોએ પણ તેને અપનાવ્યો છે. તેમણે BRICS દેશોને મિશન લાઈફ, એક પેડ મા કે નામ અભિયાનમાં પણ જોડાવવા આમંત્રણ આપ્યું હતું.

