મોરબી શહેરના શનાળા રોડ વિસ્તારમાં નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ચિંતનભાઈ અનિલભા પંડ્યા નામના પ્રોઢ ગઈકાલે બપોરના સમયે સુતા હતા તે દરમિયાન તેઓને ઊંઘમાં જ અચાનક હાર્ટ એટેક આવી જતા તેઓ મોતને ભેટ્યા હતા પરિજન તેઓને જગાવવા ગયા ત્યારે તેઓ કોઈ પણ પ્રકારની હલચલ ન કરતા તેઓને તાત્કલિક હોસ્પીટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

