HomeGujaratમોરબી-રાજકોટ સહીત 4 જીલ્લામાંથી 16 બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી-રાજકોટ સહીત 4 જીલ્લામાંથી 16 બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ મથકના છેલ્લા કેટલાક સમય દરમિયાન અલગ અલગ સ્થળે થી 6બાઈક ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી જે બાદ મોરબી એ ડિવિઝન પોલીસ તેમજ એલસીબી ની ટીમ દ્વારા ચોરાઉ બાઈકનો ભેદ ઉકેલવા તપાસ કરી રહી હતી તે દરમિયાન એલસીબી ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટ થી લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા હતા દરમીયાન શહેરના સીસીટીવીમાં અલગ અલગ સ્થળે એક શખ્સ શંકાસ્પદ રીતે બાઈક ચોરી કરતો નજરે પડતા પોલીસે તેના ફૂટેજ અને ફોટો મેળવી તપાસ હાથ ધરી હતી આં ઉપરાંત હ્યુમન સોર્સિસ પણ સક્રિય કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન નવલખી ફાટક થી શનાળા બાયપાસ તરફ આ શખ્સ આવતો હોવાની એલસીબીની ટીમના સ્ટાફને બાતમી મળી હતી જેના આધારે આ શખ્સને પંચાસર ચોકડી પાસે રસ્તામાં રોકી બાઈક ના કાગળ માગતા કોઈ કાગળ ન હોય અને આરોપીની હરકત શંકાસ્પદ લાગતા પોકેટ કોપ એપ્લિકેશન મદદથી તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું જે બાદ આં શખ્સની પૂછપરછ કરતાં પોતાનું નામ હરીશ મોહનલાલ પુનીયા અને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોકીઢાણી ના હોવાનું જણાવ્યું હતું અને આં બાઈક મોરબીના શનાળા રોડ પર આવેલા સુપર માર્કેટ માંથી ચોરી કરી હોવાનું કબૂલ કરતાં આરોપીની અટકાયત કરી હતી અને ચોરાઉ બાઈક જપ્ત કર્યું હતું. આરોપીની પૂછ પરછ કરતા મોરબી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી વધુ 5 બાઈક રાજકોટ શહેરમાંથી4, બનાસ કાંઠા જિલ્લામાંથી 4 અને પાટણ જિલ્લામાંથી 3 એમ કુલ 16 બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે આં તમામ 16 બાઈક આરોપીએ અલગ અલગ સ્થળે છુપાવેલા હોવાથી તમામ સ્થળેથી બાઈક જપ્ત કર્યા હતા અને આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW