મોરબી જિલ્લામાં મકાન કે મિલકત ભાડે આપવા તેમજ પર પ્રાંતીય મજૂરોની નોકરી પર રાખતા પહેલા પોલીસ મથકમાં નોધણી કરવી ફરજીયાત હોવા છતાં કેટલાક કારખાનેદાર અને મિલકત ધારકો પોલીસ મથકમાં નોધણી કરાવતા ન હોવાથી પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી આવા લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાવમાં આવી છે જે મુજબ
મોરબી તાલુકાના મકનસર ગામમાં પોલીસ ને જાણ કર્યા વિના મકાન ભાડે આપનાર હરદેવસિંહ જીલુભા ઝાલા (ઉ.35) રહે. ભક્તિનગર-1 મકનસર વાળા સામે તાલુકા પોલીસ ગુન્હો નોધી તપાસ હાથ ધરીહતી આ ઉપરાંત.મોરબીના લીલાપર નજીક બોરિયા પાટી વિસ્તારમાં રહેતા અશોક તુલસીભાઈ ડાભી (ઉ.50) મોરબીના લીલાપર નજીક મકાન ભાડે આપેલ હતું જે ભાડૂઆતની માહિતી પોલીસને આપી ન હતી. જેથી કરીને મકાન માલિક સામે ગુનો નોંધાયેલ છે. મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ રિયલ પ્લાઝા કોમ્પલેક્ષમાં ગ્રાન્ડ ઇલેવન સ્પા મસાજ પાર્લરમાં કામ કરતા પરપ્રાંતિય માણસોની વિગત મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી. જેથી સ્પાના સંચાલક સાગરભાઇ ચંદુભાઈ બોરાણા (ઉ.28) રહે. ધર્મનગર સોસાયટી વાવડી રોડ મોરબીવાળા સામે ગુનો નોંધાયો છે.
ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ પાસે જય ખોડીયાર સિમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનામાં કામ કરતા શ્રમિકોની વિગત મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને પોલીસને જાણ કરવામાં આવી ન હતી. જેથી કરીને હાલમાં વિનોદભાઈ ગાંડુભાઈ વેકરીયા (ઉ.50) રહે. જબલપુર ટંકારાવાળા સામે ગુનો નોંધાયો છે.
લજાઈ પાસે આવેલ સ્પોન્સર કારખાનામાં કામ કરતા શ્રમિકોની વિગતો મોરબી એસઓર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને શ્રમિકોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા. જેથી જીતેન્દ્ર કરસનભાઈ પડાયા (ઉ.36) રહે. ટંકારાવાળા સામે ગુનો નોંધાયો છે.
ટંકારા નજીક વિનાયક પેટ્રોલ પંપ પાછળ દયાનંદ એફઆઈબીસી એલએલપી કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી અને આઈડી પ્રૂફ લીધેલ ન હતા. જેથી કોન્ટ્રાક્ટર હિન્દુસિંહ કુમ્પસિંહ ઇન્દા (ઉ.29) રહે. હાલ દયાનંદ એફઆઈબીસી એલએલપી કારખાનામાં ટંકારા મૂળ રહે કચ્છવાળા સામે ગુનો નોંધાયો છે.

