સુરતમાં ભાજપના કોર્પોરેટરે અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂકેલા અમિત રાજપૂતને યુનિક કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હોસ્પિટલે પહોંચ્યા છે. હોસ્પિટલ બહાર ભાજપના કાર્યકરોના ટોળા જામ્યાં છે. ફૂડ પોઈઝનિંગ થયું દરમિયાન અમિત રાજપૂતના મોટા ભાઈ અમરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શરદ પૂર્ણિમાએ દૂધ પૌઆ આરોગીએ છીએ. તો અમારે ત્યાં ધાબા પર દૂઘ અને પૌંઆ મૂક્યા હતા. સવારે સાડા અગિયાર વાગ્યે અમિતભાઈને જવાનું હોય એટલે વાટકીમાં આપતાં ખાધુ તો વોમિટ થયું હતું. એટલે તરત હોસ્પિટલ લઈ આવ્યા હતા. તો ફૂડ પોઈઝનિંગ થયું છે અને થોડી દવા લો એટલે સારું થઈ જશે. સવારે 11-40એ તબિયત લથડી જતા હોસ્પિટલ લઈ આવ્યા હતા. વોમિટ થયું ત્યારે દૂધ અને પૌંહા બહાર નીકળ્યું હતું. એટલે ડોક્ટરે સ્ટમક સાફ કર્યુ એટલે વાંધો તો નથી. ફૂડ પોઈઝનિંગમાં ઈન્જેક્શન આપી દે, એટલે રાતના તમે ઘરે જતા રહેજો એમ ડોક્ટરે કહ્યું હતું. થોડીવારમાં રજા આપશે તેમ ઉમેર્યુ હતું.