મોરબી શહેરની ભાગોળે આવેલા મહેન્દ્રનગર ની હદમાં કોન્ક્રીટનુ જંગલ ખડકાઈ રહ્યું છે પીપળી રોડ હળવદ રોડ તેમજ મોરબી તરફ જતા રોડ પર આડેધડ કોમર્સિયલ બિલ્ડીંગ ખડકી દેવાઈ છે આ ઉપરાંત રેસીડેન્સીયલ બહુમાળીઓ માં ઉછાળો આવ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે બહુમાળી ઈમારતો બની છે તે જોતા જાણે બિલ્ડરો પર સ્થાનિક તંત્રના ભરપુર આશીર્વાદ હોય તેવી સ્થિતિ બની ગઈ છે કારણ કે ગ્રામ પંચાયત વિસ્તારમાં ત્રણ માળથી વધુ ઈમારતો બની છે તેમાં ફાયર સેફટીના નિયમનો, પાર્કિંગ જગ્યા તેમજ જરૂરી સુવિધા વિના ખડકાઈ રહ્યા છે અને ગ્રામ પંચાયત પણ આડેધડ મંજુરી આપી રહી છે છતાં કોઈ એક્શન લેવાઈ રહ્યા નથી મોરબીના રવાપર ગામમાં આડેધડ મંજૂરીઓ આપી આખું ગામ બહુમાળી ઈમારતોથી ઘેરાઈ ગયું છે જેના કારણે ગ્રામ પંચાયત હવે પાણી સફાઈ ભૂગર્ભ સહિતની મોટા ભાગની સુવિધા પૂરી પાડી શકતી નથી જેના કારણે લાખો રૂપિયાના ફ્લેટ ખરીદ્યા બાદ ફ્લેટ ધારકો અસુવિધાઓ ભોગવવા મજ્બુર છે ત્યારે હવે આગામી વર્ષોમાં મહેન્દ્રનગરની આવી સ્થિતિ થાય તો નવાઈ નહી
ગ્રામ પંચાયત બહુમાળી ઈમારતો માટે કોઈ જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત પાસે વિગત માંગે અથવા કામગીરી અટકાવવા જાણ કરે તો પંચાયત આખ આડા કાન કરી રહ્યું છે તે જોતા જાણે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતનો બિલ્ડર પર કાબુ ન હોય તેવી સ્થિતિ બની છે

