HomeGujaratમોરબી જિલ્લામાં અતિભારે વરસાદથી કપાસને નુકશાન જે વધ્યો તેમાં અપૂરતા ભાવ મળતા...

મોરબી જિલ્લામાં અતિભારે વરસાદથી કપાસને નુકશાન જે વધ્યો તેમાં અપૂરતા ભાવ મળતા ખેડૂતો નિરાશ 

મોરબી યાર્ડમાં આવક શરુ એક સપ્તાહમાં 7082 ક્વિન્ટલ આવક દીવાળી સુધી આવક વધારો થવાની શક્યતા,

મોરબી જિલ્લામાં અતિભારે વરસાદના પગલે કપાસમાં થયેલા મોટા પાયે નુકશાન સહન કર્યા બાદ હવે ખેડૂતોને વધુ એક મોટું માર પડી રહ્યી છે. હાલ માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થયો છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં 500 ક્વિન્ટલની આવક શરુ થયા બાદ ધીમે ધીમે વધી છે. હાલ યાર્ડમાં 1500 ક્વિન્ટલ કરતા પણ વધુ આવક થઇ રહી છે. જોકે ખેડૂતોમાં પૂરતા ભાવ ન મળતા કચવાટ જોવા મળી રહ્યો છે. હાલ દિવાળી પર્વ નજીક આવતો હોય જેથી ખેડૂતો જે પણ આવક મળે તેનાથી પોતાની જનસ વેચવા મજબુર બનતા 20 કિલોના 1350થી 1680 વચ્ચે મળી રહ્યા છે. શરુઆત માં કપાસના તળિયાના ભાવ મળતા ખેડૂતો ઉચા ભાવ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. 

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદને પગલે ચોમાસુ પાકને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલા સર્વે મુજબ કપાસનો 80 ટકા જેટલા પાકને 30 ટકાથી વધુનું નુકસાન થયું હતું. સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ થઇ જતાં ખેડૂતો વધ્યો ઘટ્યો કપાસ કાઢી યાર્ડમાં વેચવા આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી યાર્ડમાં આવકની શરુઆત થઇ છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 7082 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં સૌથી વધુ તા 18 ના રોજ 1628 કયુસેક આવક નોધાઈ છે. જોકે હાલ ખેડૂતોને કપાસના તળિયાના ભાવ મળી રહ્યા હોવાની પણ બૂમરાડ ઉઠી છે. હાલ યાર્ડ માં મણ દીઠ માત્ર 1350થી 1680 વચ્ચે મળી રહ્યો છે. ચાલુ વર્ષે થયેલા નુકશાન વચ્ચે ખેડૂતો ઓછામાં ઓછા 2000 થી 2500 મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન થયેલા કપાસની આવક જોઈએ તો ગત તા 14ના રોજ 1352 ક્વિન્ટલ, તા 15 ના રોજ 1035 ક્વિન્ટલ, 16 ના રોજ 1486 ક્વિન્ટલ, તા 17 ના રોજ 1581 ક્વિન્ટલ આવક નોધાઇ છે હાલ દિવાળી સુધી યાર્ડમાં આવકમાં વધ ઘટ રહેશે. જોકે કપાસની આવક આગોતરા વાવેતર થયેલા હોય તેવા અથવા  દિવાળી પૂર્વે આવક મેળવી લેવા માંગતા ખેડૂતો વેચાણ માટે આવી રહ્યા છે. આવકનો સાચો વધારો દિવાળ વેકેશન બાદ વધે તેવી સંભાવના છે જોકે હાલ જે રીતે કપાસમાં ખેડૂતોને થતી આવક ઓછી છે તે નિરાશ જનક માહોલ જણાઈ રહ્યો છે. 

ચાલુ વર્ષે આગોતરા વાવેતરનો કપાસ સંપૂર્ણ નિષ્ફળ છે જે વધ્યો તેની ગુણવતા બગડી છે.
 
મોરબી જિલ્લામાં કપાસનું વાવેતર સૌથી વધારે છે. અગાઉ જે ખેડૂતોએ આગોતરા વાવેતર કરેલ હતું. તેઓને સૌથી વધુ નુકશાની થઇ છે કારણ કે એક તો ભારે વરસાદને પગલે છોડનો વિકાસ રૂંધાઇ ગયો હતો. જેના કારણે વાવેતર મુજબ કપાસના છોડમાં ફૂલ ન આવ્યા જે પણ કઈ થોડો ઘણો કપાસ થયો હતો. તેમાં કપાસ બહાર નીકળવા લાગ્યો હતો. પરંતુ ઓકટોબરના છેલ્લા વરસાદે વધેલા પાકને પણ મોટા પાયે નુકસાન કર્યું છે. જેના કારણે સમાન્ય રીતે વીઘા દીઠા 25 થી 30 મણનો ઉતારો આવી શકે તે ઘટીને 5 થી 10 મણનો  થઇ ગયો છે અને ગુણવતા પણ મોટા પાયે નુકશાન થયું છે. આના કારણે કપાસની આવક જે દિવાળી સમયે થવી જોઈએ તેની અડઘી થઇ ગઈ છે. મોરબીના બીજા પાક જેમાં મરચીનું વાંકાનેર અને ટંકારા તાલુકાના ગામમાં વાવેતર થયું હતું.  તેને પણ નુકશાની થઇ છે. જેથી મરચા ઉત્પાદનમાં પણ અસર થવાની સંભાવના કૃષિ તજજ્ઞ ડો ગનીભાઈ પટેલે વ્યક્ત કરી છે.    

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW