સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે અલગ અલગ જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં દિવસ દરમિયાન વરસાદી માહોલ સર્જાયો હતો અને ગાજ વીજ સાથે અલગ અલગ સ્થળે વરસાદ પાડ્યો હતો આં દરમિયાન લાઠી તાલુકાના આંબરડી ગામમાં વીજળી પડી હતી અને વાડીમાંથી 13 લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર ત્રાટકી હતી જેના કારણે ત્યાં ત્રણ બાળકો એક યુવતી સહીત 5 લોકોના મોત નીપજ્યા હતા તમામ ના મૃત દેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા તો અન્ય ત્રણ લોકો વીજળીના કડાકાથી ભયભીત થઇ જતા તાત્કાલિક સારવાર અર્થે ઢસા ખાતેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્રની ટીમ પણ તાત્કાલિક પહોચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃત્યુ પામેલા લોકો :- ભારતીબેન ભાવેશભાઈ સંથાલીયા ઉમર વર્ષ 35, શિલ્પાબેન વિજયભાઈ સંથાલીયા ઉમર વર્ષ 18, રિદ્ધિબેન ભાવેશભાઈ સંથાલીયા ઉમર વર્ષ 7, રાધે ભાવેશભાઈ સંથાલીયા ઉમર વર્ષ 5 તેમજ રુપાલીબેન દલસુખભાઈ વણોદિયા ઉમંર વર્ષ 8 હતી.


