HomeGujaratમોરબીમાં ગઈકાલે અપમુત્યુના થયેલ ત્રણ બનાવમાં 3 ના મોત

મોરબીમાં ગઈકાલે અપમુત્યુના થયેલ ત્રણ બનાવમાં 3 ના મોત

(1) મોરબીના લાલપર નજીક આવેલ સોલો સીરામીકના લેબર ક્વાર્ટ્સમા રહેતા કૈલાશબેન વનરાજભાઇ ચૌહાણ નામના પરણીતાએ ગઈકાલના રોજ સીરામીકના લેબર ક્વાર્ટ્સમા કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

(2) મોરબીના રવાપર-ઘુનડા નજીક રહેતા વિપુલભાઇ મગનભાઇ કાચરોલા નામના યુવાને મોરબી તાલુકાના રફાળેશ્વર રેલ્વે સ્ટેશનથી આશરે 100 મીટર દુર, ગઈકાલના રોજ મોરબી-વાંકાનેર રેલ્વે ટ્રેક ઉપર ઝંપલાવ્યું હતું. જે બાદ ટ્રેન શરીર ઉપરથી પસાર થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે પોલીસે મુત્યુ અંગે નોધણી કરી છે.

(3) મોરબીના દલવાડી સર્કલ નજીક રહેતા મનસુખભાઇ કરશનભાઇ ભાડજા નામના વૃદ્ધ ગઈકાલના રોજ તેના ઘરે હોય તે દરમિયાન અચાનક જ હાર્ડ એટેક આવી જતા તેને સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ બાબતે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગેની એડી નોધ કરી તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW