હળવદના ગોલાસણ ગામે રહેતા મેહુલભાઈ વાઘજીભાઈ રાતૈયા નામના યુવાનને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા. આ મામલે હળવદ પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.