મોરબી SOG ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકના રાયધ્રા ગામે ઝાંપા નજીક આવેલ આરોપીના નાની ડેલીવાળા મકાનમાંથી ગેરકાયદેસર 11 કીલો 328 ગ્રામ માદક પદાર્થ પોસડોડાનો જથ્થો અને 1 મોબાઈલ સહીત કુલ રૂ.- 33,984નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ આ મુદામાલ સાથે SOG ટીમેં આરોપી મૈયાભાઇ ઉફે પટેલ ગાંડાભાઈ પરસાડીયા ઉ.વ.-66 રહે. રાયધ્રા ગાત્રાળ માતાજીના મંદિર પાસે તા. હળવદ વાળાને ઝડપી લઇ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

