વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલા સનપાર્ક સિરામિકના લેબર રૂમમા રહેતા અને મજુરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશનાલલિતપુર જીલ્લાના બાલા બેહ્ટ ગામના વતની રાહુલ પુરન લાલ જોશી ગત તા 13 ના રાત્રીના સમયે ફેક્ટરી માં કામ કરતો. તે દરમિયાન તેની સાથે રહેતા સતીશ સિસોદિયા નામના શખ્સે ફોન કરી તેના કૌટુબીક ભાઈ સંદીપ રાજેશભાઈ જોષી ને તેની જ ફેકટરીમાં રહેતા અને રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી નામના યુવક સાથે ઝઘડો થયા હોવાનો ફોન આવતા તે રૂમ પર પહોચતા સાંદીપ લોહી લુહાણ હાલતમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો.
જેથી આ અંગે તેને સતીશ સાથે પૂછ પરછ કરતા જણવા મળ્યું હતું કે સંદીપે ખિસ્સા ખર્ચ માટે રૂપિયા માગ્યા હતા જોકે પ્રવીણે તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જોકે બાદમાં તે તેના રૂમે જતો રહ્યો હતો આં દરમ્યાન રાત્રીના સમયે ફરી સંદીપ રાજેશ જોશી અને પ્રવીણ ઉર્ફે રાનું રાજકુમાર જોશી વચ્ચે ઝઘડો થતા પ્રવીણે પાવડાના ધોકા વડે સંદીપ પર જીવ લેણ હુમલો કરી દેતા તેને ગંભીર ઈજા પહોચતા તે ત્યાં ઢળી પડ્યો હતો ઘટના અંગેની જાણ થતા સંદીપનો કૌટુબીક ભાઈ રાહુલ પૂરન લાલ જોષી તેના રૂમે પહોચ્યો ત્યારે સંદીપ લોહી લુહાણ હાલતમાં હોવાથી તેને તાત્કાલિક સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અને મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો બીજી તરફ બનાવ અંગે મૃતકના કૌટુબીક ભાઈ રાહુલ પુરન જોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

