HomeGujaratમોરબીની શોભાકુંજ સોસાયટીમાં અનોખી રીતે આઠમની મહાઆરતી ઉજવાઈ

મોરબીની શોભાકુંજ સોસાયટીમાં અનોખી રીતે આઠમની મહાઆરતી ઉજવાઈ

હિન્દુ સંસ્કૃતીમા નવરાત્રી પર્વ નિમિતે નવ દિવસ સુધી ભક્તો દ્વારા માતાજીની આરાધના કરવાના આવે છે. દરરોજ માતાજીની આરતી તેમજ ગરબા લેવામા આવે છે. નવરાત્રીના પર્વમા આઠમની આરતીનું અનોખુ મહત્વ રહેલુ છે. આ દિવસે મા મહાગૌરીની પુજા કરવામાં આવે છે. શોભાકુંજ સોસાયટીના બાળકો તથા વડીલો દ્વારા હાથમા લોટના કોડીયામા દીવા રાખી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. સોસાયટીના પ્રમુખ ડો.પુનીતભાઇ માકાસણા જણાવે છે કે, આમ કરવાથી આપણી સંસ્કૃતિ સાથે પ્રકૃતિનું પણ જતન થઇ શકે છે. આરતી બાદ આ લોટના કોળીયાને કિડી તથા અન્ય જીવજંતુઓને ખાવા માટે મુકી દેવામા આવશે. આ સાથે બાળકોમા પણ પ્રકૃતીના જતન કરવાની સમજ ઉભી થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW