મોરબીના વિસીપરા નજીક રહેતા ઇકબાલભાઈનો દિકરો સાહીલ ઈકબાલભાઇ સાહમદાર ઉ.વ.17એ તેનું બાઈક લઇ મોરબી પોતાના ઘરે પરત આવતા હોય તે દરમ્યાન કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર પરંપરા હોટલ પાસે સાહીલનું બાઈક સ્લીપ થઇ ગયું હતું. જે બાદ પાછળ આવતા જયેશ પંચાસરાએ તેનું બાઈક સાહીલના બાઈક ચડાવી દઈ સાહીલનામાથાના ભાગે તેમજ જમણા પગમા ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ તે બાઈક ચાલક વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

