હળવદના સુરવદર ગામના વતની અને હાલમાં હળવદના સરા રોડ ઉપર વસંતપાર્કમાં રહેતા સચિનભાઈ રમેશભાઈ દેસાઈએ આરોપી એવા તેમના બનેવી ડો.તેજસ નાગરભાઈ ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9 ઓગસ્ટના રોજ ફરિયાદીના બહેન મિતાલીબેને મોરબીના શુભ પેલેસ આવેલ તેના ફેલેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ પાછળ આરોપી ડો.તેજસ ભુવા જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. આરોપી ઘરમાં પૈસા ન આપતા ન હોય અને સાથે ઘરેણાં પણ પહેરવા ન આપી ત્રાસ આપતા હોય જે બાબતે મિતાલીબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઉપરાંત જ્યારે મિતાલીબેન માવતર આવતા ત્યારે પોતાના ડોકટર પતિના ત્રાસ જુલમ અંગે વાતો કરતા હોય સચિનભાઇએ પોતાના બહેનને મરવા મજબુર કરનાર પતિ ડો. તેજસ ભુવા વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો રજીસ્ટ્રર કરી તપાસ હાથ ધરી છે.

