મોરબી ૧૦૮ના મકનસર લોકેશનની એમ્બ્યુલન્સને આજે સવારે ૦૫ :૦૬ વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો જેમાં માટેલ રોડ પર વિસ્તારમાં એક સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર ની જરૂર હોય આ કોલ આધારે ત્યાં ફરજ પર હાજર ઈ એમટી પ્રવીણ મેર તેમજ પાઈલોટ દીપક વાજા સ્થળ પર પહોચ્યા હતા અને જ્યાં રંજીતાબેન વિક્રમભાઈ નામની પ્રસુતાને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી જોકે પ્રસુતાની સ્થિતિ વધુ ગંભીર બનતા તાત્કાલિક ડીલીવરી કરવાની ફરજ પડતા તેઓએ ઈઆરસીપી ડો. દવેના માર્ગદર્શનમાં એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળ પ્રસુતિ કરાવી હતી અને માતા અને નવજાત બાળકનો જીવ બચાવી સારવાર માટે વાંકાનેર સીવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બન્નેને વધુ સારવાર અપાઈ હતી

