HomeGujaratવાંકાનેરમાં કુકડા કેન્દ્રમા સંગ્રહ કરેલ 400 મણ ડુંગળીની ચોરી

વાંકાનેરમાં કુકડા કેન્દ્રમા સંગ્રહ કરેલ 400 મણ ડુંગળીની ચોરી

વાંકાનેરના પંચાસર ગામે રહેતા ઈમરાનભાઈ રસુલભાઇ ભોરણીયાએ તેની વાડીમાં શિયાળું પાક તરીકે ડુંગળીનું વાવેતર કર્યું હતું. જે પાક તૈયાર થઇ જતા તેને ઘર વપરાશમાં ઉપયોગમાં લઈ તેમજ બાકીનો પાક વેચીને બાકીનો વધેલ જથ્થો પંચાસર ગામમાં આવેલ સહકારી મંડળીના કુકડા કેન્દ્રમા માસિક ભાડું નક્કી કરી ત્યાં આ ડુંગળીનો જથ્થો સંગ્રહ કર્યો હતો. જે બાદ 400 મણ છૂટક ડુંગળીના જથ્થાનું શોર્ટિંગ કરી બેગમાં ભરી કેન્દ્રમાં રાખવામાં આવી હતી. બાદમાં ગતા તા.-05/10 ના રોજ કોઈ અજાણ્યા તસ્કરો તે ડુંગળીના જથ્થાને ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે ઈમરાનભાઈ રસુલભાઇ ભોરણીયાએ તેમજ તે કેન્દ્રના માલિક દ્વારા આ ડુંગળી ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW