વાંકાનેર પંથકમાં ચોરીની ઘટના સતત વધી રહી છે અવારનવાર ઘરફોડી કરતા તસ્કરો હવે પાલતું પશુઓને પણ નિશાન બનાવી રહ્યા છે તાજેતરમાં વાંકાનેર તાલુકાના રસીક્ગઢ ગામમાં રહેતા ઈસ્માઈલ ભાઈ હાજી ભાઈ ખોરજીયાની તેના જ ગામમાં નેશનલ હાઈવે પાસે આવેલી વાડીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને વાડીમાં બાંધીને રાખેલા 6 ઘેટા અને 25 નાના મોત બકરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો બીજી એક ઘટના વાંકાનેર તાલુકાના જોધપર ગામમાં બની હતી જોધપર ગામમાં રહેતા અબ્દુલ હમીદ અલાવદીભાઈ શેરશિયાની વાડી માંથી પણ તસ્કરો 8 ઘેટા અને 8 બકરા ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે બન્ને પશુ પાલકોએ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં તેના ઘેટા બકરા ચોરી થવા અંગેની લેખિત ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

