મોરબી તાલુકાના ગુંગણ ગામમાં આવેળ ભરતભાઈ વિઠ્ઠલભાઈ ની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા વિલાસબેન કલ્પેશભાઈ ડામોર અને તેની 7 માસની પુત્રી શરીનાબેન કલ્પેશભાઈ ડામોર આજે સવારે અચાનક અકસ્માતે ખેત તલાવડીમાં ડૂબી ગઈ હોવાનો મોરબી ફાયર વિભાગની ટીમને કોલ આવતા મોરબી ફાયર વિભાગની ટીમ ગુંગણ પહોચી હતી અને કલાકોની જહેમત બાદ માતા પુત્રીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે એ ડી નોધ કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં પુત્રી સરીનાએ કુદરતી હાજતે બેઠા બાદ માતા તેને ધોવા ખેત તલાવડી પાસે લઇ ગઈ હતી અને અકસ્માતે માતાનો પગ લપસતા બન્ને માતા પુત્રી તલાવડીમાં ડૂબી ગયા હતા

