મોરબીના દરબારગઢ નજીક રહેતા અને સિરામિક ફેકટરીમાં રસોઈ બનાવાનું કામ કરતા મીનાબેન ગોસાઈ નામના મહિલા ગઈકાલે જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક સિરામિક ફેકટરીમાં રસોઈ બનાવવા એક્ટિવા લઈને જતા હતા. ત્યારે બેલા નજીક GJ-08-Y-7133 નંબરના ટ્રક ચાલક રામલાલ લાલુરામ પંડિત મૂળ રાજસ્થાન વાળાએ એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મીનાબેનને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કેતનગીરી ભીમગર ગોસાઇએ તે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનાની નોધ કરી છે.


