હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ડુંગરપુર ગામે બે અલગ-અલગ સ્થળે રેડ મારતા બંને જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો આથો કુલ લીટર-600 તેમજ 21 લીટર દેશી દારૂ મળી કુલ રૂ.- 19,200નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.આ બનાવ અંગે હળવદ પોલીસે ગેલાભાઈ ભાવેશભાઈ કોળી અને પ્રકાશભાઈ ભુપતભાઈ કોળી નામના બંનેને વોન્ટેડ આરોપી જાહેર કરી બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.