વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આપઘાતની ઘટનાં સતત વધી રહી હોય તેમ અવાર નવાર ગળા ફાંસો લગાવી, ઝેરી દેવા પી મોતને વહાલું કરનારનું પ્રમાણ વધ્યું છે ત્યારે વાંકાનેર તાલુકામાં વધુ એક આપઘાતની ઘટનાં સામે આવી હતી જેમાં ગારિયાં ગામમાં રહેતા ભુરાભાઇ રવજીભાઇ રોજાસરા નામના ૪૩ વર્ષીય પ્રોઢે કોઇકારણોસર ઝેરી દવા પી જતા બેશુદ્ધ હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે તપાસ કરી તેઓને મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહ પૉસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગેની નોધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

