HomeGujaratSaurashtra Kutchhજોડીયામાં અફઘાની ચરસનો જથ્થો સાથે ત્રણ શખ્સો ઝડપાયા, 5.859 કિલો ગ્રામ ચરસનો...

જોડીયામાં અફઘાની ચરસનો જથ્થો સાથે ત્રણ શખ્સો ઝડપાયા, 5.859 કિલો ગ્રામ ચરસનો જથ્થો જપ્ત

જામનગર જિલ્લા SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, જોડિયા ગામે ત્રણ શખ્સો અફઘાની ચરસનો જથ્થો સગેવગે કરવાની તયારી માં છે. જેથી ઘટનાસ્થળે જઈ ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમના કબ્જામાંથી 5.859 કિલો ગ્રામનો ચરસનો જથ્થો મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યો છે.

SOG ના સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે, ફરીદ બસીરભાઈ ખોડ, અજીજ મામદભાઈ ગાધ તથા અસગર ગનીભાઈ પલેજા (રહે. જોડીયા) વાળાઓ દરીયામા કરચલા પકડવા ગયેલ હતા. ત્યાથી તેઓ માદક પદાર્થ ચરસનો જથ્થો લાવેલ છે. આ જથ્થો તેઓએ દરીયા કિનારે સીમવિસ્તારમાં સંતાડેલ છે. ગઈકાલે આ ત્રણેય શખ્સો ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયામાં ભેગા મળી સગેવગે કરવાની તયારી માં હતા.તેવી હકિકત આધારે જોડીયા ગામ, બંદર રોડ ઉપર આવેલ બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્સો ઝડપી લઈ તેઓ પાસેથી ગેરકાયદે માદક પદાર્થ ચરસનો જથ્થો કુલ 5 કિલો 859 ગ્રામ કિ.રૂ.8,78,850 તથા મોબાઈલ ફોન નંગ-3 કુલ કિ.રૂ.30,000 મળી કિ.રૂ.9,08850 મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્રણેય વિરૂધ્ધ જોડીયા પો.સ્ટે. એન ડી પી એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW