મોરબીના અમરનગરમાં રહેતા અને મૂળ જુના સાદુળકાના વતની સહદેવસિંહ હાલુભા ઝાલાએ ગત તા.-05/09/2024ના રોજ ફરીયાદી સહદેવસિંહના ફેસબુક એકાઉન્ટમાં હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની જાહેરાત આવેલ હોય, બાદમાં તે લીક ખોલતા તેમને કંપનીના બનાવટી એકાઉન્ટમાંથી ઇમેઇલ આવ્યો હતો અને ડિલરશીપ લેવી હોય તો ફોર્મ ભરવા જણાવી 50 લાખ રૂપિયા ભરવા પડશે, તેવો ઇમેઇલ આવતા સહદેવસિંહ ઝાલાએ તેમના પત્નીના નામે ડિલરશિપ લેવા ફોર્મ ભરી અલગ અલગ બેન્ક એકાઉન્ટ મારફતે રૂપિયા 41,71,500 જમા કરાવ્યા હતા. તેમ છતાં ડિલરશિપ ન મળતા રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂપિયા પરત આપ્યા ન હતા. જે બાદ સહદેવસિંહ હાલુભા ઝાલાએ મોબાઇલ ધારકો (1) 85850 42573 તથા (2) 90382 07315 તથા (3) Utkarsh small finance બેંક એકાઉન્ટ નંબર 1408017645948701 તથા (4) Kotak BANK એકાઉન્ટ નંબર 3048619142 તથા (5) Union bank એકાઉન્ટ નંબર 529602010009665 ના ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

