મોરબી જેતપર રોડ પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં દેશી દારૂનું દુષણ મોટા પાયે ફૂલ્યું ફાલ્યું છે સિરામિક એરિયામાં રહેતા પર પ્રાંતીય મજૂરો અને સ્થાનિક મજૂરોના આડેધડ દારૂ વેચવામાં આવતો હોવા છતાં તાલુકા પોલીસ અને એલસીબી એસઓજી સહિતની પોલીસ આંખ આડા કાન કરતી હોવાની ફરિયાદ છેક ગૃહ વિભાગ સુધી પહોચતા આજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અચાનક ત્રાટકી હતી અને પાવડીયારી વિસ્તારમાં દારૂના અડા પકડી પડ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ 200 લીટર કરતા વધુ દારૂનો પકડી પડ્યો હત જયારે ૧૪ થી વધુ લોકોને પકડી અપ્દ્વામાં આવ્યા હતા હજુ આકડો વધે તેવી પણ પુરેપુરી આશંકા સેવાઈ રહી છે
