વાંકાનેરના ભરવાડ પરામાં રહેતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયાના મિત્ર નીલેશભાઈ ખીમજીભાઈ વાણંદ પાસેથી અગાઉ પૈસા લીધા હોય જે પૈસા નિલેશભાઈ દ્વારા મનોજભાઈ પાસેથી માંગતા હોય અને મનોજભાઈ પાસે પૈસા ન હોવાથી જેથી પછી પૈસા આપશે તેમ કહેતા આરોપી નીલેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ નીલેશભાઈ અને રધુભાઈ કાઠી બનેએ ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ મારમારી છરી વડે ઈજા પહોચાડી હતી. જે મામલે મનોજભાઈ એ તે બંને શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

