વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા નજમાબેન નાસિરભાઈ શાહમદાર નામની મહિલાએ હર્ષા સાઈ નામના ફેસબુક આઈડી ઉપર ગરીબ લોકોને મદદ કરવામાં આવતી હોવાનો વીડિયો જોયા હતો. જે બાદ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને મકાન બનાવવા રૂ.- 16 લાખની મદદ જોઈતી હોય તો 45 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહેતા બાદમાં નજમાબેને કટકે કટકે રૂપિયા 36 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. જો કે, ટ્રાન્સફર કરેલ રૂપિયા કે આર્થિક મદદ ન મળતા બાદમાં તે મહિલાએ Harsha Sai પ્રોફાઇલ લીંક https;//www.facebook.com/profle.php?id-61560228734058 વાળા તે છેતરપીંડી કરનાર યુઝર્સ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ફરીયાદનોધી તપાસ હાથ ધરી છે.

