મોરબી- વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન દરરોજ લાંબા સમયથી ચાલે છે. જોકે ટ્રેનની સ્થિતિ અત્યંત ખરાબ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ ડેમો ટ્રેન નું એન્જિન અવારનવાર ફેલ થઈ જાય છે જેના કારણે છેલ્લી ઘડીએ ટ્રેન રદ કરવાની ફરજ પડે છે પરિણામે મુસાફરો રઝડી પડતા હોય છે આ મુદ્દે અગાઉ અનેક વખત રાજકોટ રેલવે ડિવિઝન ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી રવિવારે આવી જ રીતે ફરીવાર મુસાફરો હેરાન થયા હતા વાંકાનેર થી પરત ફરેલી ડેમો ટ્રેન નજરબાગ રેલવે સ્ટેશન પાસે અચાનક બંધ થઈ ગઈ હતી જે બાદ શરૂ કરવાના પ્રયાસ કરવા છતાં અંતે અન્ય એક એન્જિન મંગાવવામાં આવ્યું હતું અને મોરબી રેલવે સ્ટેશન સુધી અને ડેમો ટ્રેન લઈ જવાઈ હતી બાદમાં દિવસ દરમિયાનની ત્રણ પાંચ જેટલી ટ્રીપ રદ કરી દેવામાં આવી હતી જેના કારણે મુસાફરોને ન છૂટકે વાંકાનેર સ્ટેશન સુધી ખાનગી વાહનમાં જવું પડ્યું હતું.