HomeGujaratમોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા નજીક કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત

મોરબી-રાજકોટ હાઈવે પર મીતાણા નજીક કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત

મોરબી-રાજકોટ હાઇવે ઉપર મીતાણા પાસેથી ગત તા.- 21/09/2024 ના રોજ GJ-13-AB-4844 નંબરના બાઈક પર રોહિતભાઈ અને પાછળ બેસી રાયસીંગભાઇ ભગાભાઇ ચારોલા ત્યાંથી પસાર થતા હોય, તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેની કાર બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે ચલાવી મિતાણા નજીક આવેલ દિવ્ય શક્તિ બહુચરધામ મંદિર નજીક રોહિતભાઈના બાઈકને હડફેટે લેતા રોહિતભાઈને ગંભીર ઈજા પહોચાડી અને પાછળ બેસેલ રાયસિંગભાઈને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. તેમજ પાછળ આવી રહેલ મૃતકના પુત્ર નવઘણભાઈ અને રોહિતભાઈને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર નવધણભાઈએ તે કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW