હળવદના ઘનશ્યામગઢ ગામે ખેડૂત હર્ષદભાઈ કાનજીભાઈ લોરીયા ભત્રીજાનો વીવો કંપનીનો રૂ.- 20 હજારની કિંમતનો મોબાઈલ એ ગત તા.-22/09/2024 ના રોજ ટીકર રોડ પરથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા હર્ષદભાઈએ મોબાઈલ ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
તેમજ ટંકારા ગામે લતીપર ચોકડી નજીકથી ગત તા.- 04/09/2024ના રોજ ફરિયાદી મહમદજીબરઅલી યુસુફમિયા મનસુરી નામના યુવાનનો રૂ.- 23 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયા હતા. જે મામલે મહમદજીબરઅલીએ મોબાઈલ ફોન ચોરી અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

