મોરબીના કંડલા બાયપાસ રોડ કામધેનુ સામે ડીવાઈન પાર્કમાં સત્ય – બી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઇ પાચોટીયાના માતા સવિતાબેન ગત તા.-24/09/2024ના રોજ પાર્કિંગમાંથી નીકળતા હોય તે દરમિયાન આરોપી વિશાલ ઘોડાસરાએ ચપલ હાથમાં લઈને નીકળો પાર્કિંગ ખરાબ થાય છે તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં ચારેય આરોપીઓએ રાત્રે નરેન્દ્રભાઈને ફોન કરી એપાર્ટમેન્ટની છત ઉપર તેમના પત્ની અને માતાને લઈને આવવાનું કહ્યું હતું. તેઓ ત્યાં ગયા બાદમાં ચારેય આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારવાની સાથે લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી અને ફરિયાદીની માતા અને પત્નીને ગંભીર ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે નરેન્દ્રભાઇ પાંચોટીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

