મોરબી-વાંકાનેર રોડ પર વધાસીયા ગામ નજીક મયુરભાઈ લાલજીભાઇ ઉર્ફે લલીતભાઇ રાઠોડએ ગત તા.-22/09/2024ના રોજ આશરે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ મયુરભાઈ તેની GJ-36-L-4653 નંબરની વરના કાર પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી પસાર થતા તે વખતે આગળનુ ડાબી સાઈડનુ ટાયર ડીવાઈડર સાથે અથડાઈ ફાટી જતા બેલેન્સ ગુમાવતા કાર ડીવાઈડર ઠેકી સર્વિસ રોડ પર બે ત્રણ ગોથા ખાઈ જતા ચાલક આરોપીને કપાળના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક પિતાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ગુનાની નોધ કરી તપાસ હાથ ધરી છે.