HomeGujaratમોરબીમાં માવો લેવા ગલ્લે ઉભેલા યુવકો પર એક શખ્સ છરીથી કર્યો હુમલો...

મોરબીમાં માવો લેવા ગલ્લે ઉભેલા યુવકો પર એક શખ્સ છરીથી કર્યો હુમલો એકનું મોત એક સારવાર

મોરબીના વેજીટેબલ પર રોડ પર સાંજના સમયે બાઈક જઈ રહેલા બે યુવક પર એક શખ્સ દ્વારા આડેધડ છરીના ઘા ઝીંકી દેવાયા હતા જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવકને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે ની જાણ થતાં બી ડિવિઝન પોલીસે પરિવારની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ વિસ્તારમાં રહેતા શામજી પોપટ ચાવડા અને જગદીશ ઉર્ફે ઉગો ધીરુભાઈ બારોટ નામના યુવાન આશા પૂરા જતાં પદયાત્રી માટે સેવા કેમ્પમાં સેવા આપવા જવાનું નક્કી કર્યું હતું જેથી બને મિત્રો કપડાં અને બેગ લેવા ઘરે જતા હતા તે દરમિયાન વેજી ટેબલ રોડ પર ઈરફાન નામના શખ્સ દ્વારા કોઈ ઝઘડા વિના આવી બન્ને મિત્રો પર છરીના ઘા મારવાનું ચાલુ કરી દેતા બન્ને મિત્રો હેબતાઈ ગયા હતા બન્ને બચાવવા બૂમો પાડવા છતાં આસપાસ કોઈ બચાવવા ન આવતા શામજીને છાતીના ભાગમાં છરીના ઘા લાગી જતા તેનું મોત નિપજ્તા બનાવ હત્યામાં પલટાયો હતો જ્યારે જગદીશને સાથળના ભાગે છરી ના ઘા લાગતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ બાદ મૃતક શામજીના મૃત દેહને પૉસ્ટ મોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના ને પગલે પરિજનો અને દલિત સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આરોપીઓને પકડી લેવા માગણી કરી હતી બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ પણ હોસ્પિટલ પહોંચી મૃતકના પરિવારના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW