HomeGujaratવાંકાનેર સહિત જિલ્લામાં જાહેરમાં થતા નોનવેજ વેચાણ પર તંત્રની લાલ આંખ ક્યારે...

વાંકાનેર સહિત જિલ્લામાં જાહેરમાં થતા નોનવેજ વેચાણ પર તંત્રની લાલ આંખ ક્યારે જીતુભાઈ સોમાણીએ કર્યા સવાલ

વાંકાનેર સહીત સમગ્ર મોરબી જિલ્લામાં જાહેરમાં નોનવેજ વેચાણ ન કરવા અંગેનું જાહેરનામું હોવા છતાં ઠેર ઠેર તેનું વેચાણ થતા હિન્દુની લાગણી દુભાઈ છે હિન્દુઓના તહેવાર ગણેશ વિસર્જન વખતે જાહેરનામાનો કડક અમલ કરાવાતો હોય તો કતલખાના મુદેના જાહેરનામાના અમલમાં આવી ઢીલ શું કામ ? તેવા સવાલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ કર્યા છે

ધારાસભ્ય જીતુ સોમાણીએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ચાલતા કતલખાના અને પશુ પ્રત્યેના ઘાતકીપણાના કૃત્યો બંધ કરાવવા અનિવાર્ય છે. જાહેર રોડ રસ્તા પર ચાલતા આવા કતલખાનાના કારણે બહુમતી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આથી હાઇકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આવા કતલખાના અને સામાજિક દૂષણ બંધ કરાવવામાં આવે તે જરૂરી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે પંચાસર રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીની સામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો, નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરાઇ રહ્યું છે. ગણપતિ વિસર્જન સમયે શું માત્ર હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ?ગણેશ વિસર્જન સમયે જે પ્રકારે જાહેરનામાનો કડક અમલ કરાવ્યો હતો એવી જ રીતે કતલખાના અને નોનવેજના વેચાણ અંગે પણ જાહેરનામું બહાર પાડી તેનું કડક પાલન કરાવવો જોઇએ. હજુ થોડા દિવસો પહેલા જ ગણપતિ ઉત્સવ સંપન્ન થયો હતો, જેમાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું કે દરેક ગણપતિની મૂર્તિ જડેશ્વર પાસેના તળાવમાં જ વિસર્જન કરવું જેને અનુસંધાને ધારાસભ્ય સોમાણી દ્વારા જાહેરનામાનો અમલ કરવામાં આવ્યો ત્યારે સોમાણીએ કલેકટરને સામો સવાલ કર્યો હતો કે શું બધા જ જાહેરનામાનો અમલ હિન્દુ સમાજના લોકોએ જ કરવાનો ?વાંકાનેર મોરબીમાં ગેરકાયદે ધમધમતા અને હિન્દુ સમાજની લાગણી દુભાવતા કતલખાના બંધ કરાવવા વાંકાનેરના ધારાસભ્ય સોમાણીએ માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW