મોરબીની પીપળી ગામની સીમમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા તે સ્થળેથી આરોપી પીરભાઈ જોધાભાઇ બોહરીયાના રહેણાંક મકાનના બાથરૂમમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે રહેણાંક મકાનના બાથરૂમમાંથી 309 ઈંગ્લીશ દારૂની બોટલો કુલ રૂ.- 33,780 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

