માળિયાં ના મોવર ટિબા વિસ્તારમાં એક આધેડને જમવા બાબતે અગાઉ તે વિસ્તારના બે શખ્સ સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી બે શખ્સે આધેડને માર મારતાં તેનું મોત નિપજ્યું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ ના કલાકો માં પોલીસે બંને આરોપીની અટકાયત કરી તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી માlળિયા મિયાણા ના હરીપર ગામમાં રહેતા અજયકુમાર ચંદુભાઈ ભીમાણી નામના યુવકના પિતા ચંદુભાઈ લાઘાભાઈ ભીમાણી સાથે માળિયા ના મોવર ટિંબા વિસ્તારમાં રહેતા નુર મામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રઝાક ગફૂર ભાઈ મોવર સાથે જમવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આધેડને ઢોર મારમાર મારતાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે મૃતક ચંદુભાઇના પુત્ર અજયે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓ માળિયા ના મોવર ટિંબા વિસ્તારમાં રહેતા નુર મામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રઝાક ગફૂર ભાઈ મોવરને ઝડપી લીધા હતા અને તેના વિરૂદ્ધ હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

