મોરબીના નવા બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી ના વ્યવસાય સાથે જોડાયેલા હરેશભાઈ કાંતિલાલ સાયતા નામના આધેડે ગઈ કાલે પોતાના જ ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બાદ તેને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા મૃતકના રૂમના બેડ માંથી ત્રણ પાનાંના સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેને એક પેજમાં મોરબીના નગર દરવાજા પાસે આવેલ જલારામ નોવેલ્ટી સ્ટોરના માલિક જગાભાઈ ઠક્કર અને તેના પુત્ર કલ્પેશ ઠક્કરનું નામ લખ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે જગાભાઈને 4 વર્ષ પહેલા રૂ 1 લાખ આપ્યા હતા જે પરત માંગતા આરોપીઓએ તે રૂપિયા આપવાની ઘસીને ના પાડી દીધી હતી જેથી ;લાગી આવતા આ પઘાત કરવા મજબુર બન્યા હોવાનું જણાવ્યું હતું
બીજા એક પાનામાં તેમણે ૧૨ જેટલા શખ્સ ના નામ લખ્યા હતા જેને રૂપિયા આપવાના બાકી છે આ ૧૨ શખ્સમાં યશવંત સિંહ રાણા,રાજભા અંકુર સોસાયટી વાળા,ભીખાભાઈ ભોજાણી નરેન્દ્રભાઈ ભોજાણી,યોગેશ મિસ્ત્રી,સવજી ફેફરભાઈ પટેલ.વનરાજ સિંહ, નવીન હીરાભાઈ,મહાવીરસિંહ,ભાવેશ કરિયા,સમીર પંડ્યા,લલિત મીરાણી તેમજ ગીરીશ કોટેચા સહિતના નામ આપ્યા હતા જેઓને રૂ 15 લાખ 35 હજાર જેટલી રકમ ચુકવવાની હોય આ લોકોને અગાઉ સમયસર વ્યાજ ચુકવ્યું હતું જોકે ધંધામાં મંદીના કારણે સમયસર ચૂકવી ન શકતા તેઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી આપઘાત માટે મજબુર થયા હોવાનું જણાવ્યું હતું તો ત્રીજી એક ચિઠ્ઠી માં તેને અલગ અલગ 25થી વધુ લોકો પાસેથી લેવાના નીકળતા રૂપિયાના નામ અઆપ્યા હતા આધેડના આપઘાત બાદ તેમના પત્ની જ્યોતિબેન હરેશભાઈએ જલારામ નોવેલ્ટી વાળા પિતા પુત્ર જગાભાઈ અને કલ્પેશ તેમજ ૧૨ વ્યાજ ખોરો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

