(1) મોરબીના ભડિયાદ પાસે આવેલ પેપેરમીલમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
મોરબીના ભડીયાદ નજીક આવેલ ગોલ્ડન પેપેરમીલમાં ગઈકાલે ઘનશ્યામભાઇ છોટેલાલ ચૌધરી ઉ.વ.47 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
(2) મોરબીના નિલમબાગ પાસે હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિલમબાગ-1, એલીજન એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની ભવરલાલ રામકરણ વર્માએ ગઈકાલે એલીજન એપારમેંન્ટ ખાતે બાધાકામની સાઈટ પર કામ કરતા હતા. ત્યારે એકદમ છાતીમાં દુખાવો થતા મોરબી સરકારી હોસ્પીટલે સારવારમા માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેને તપાસી એટેક આવવાથી તેનું મોત નિપજ્યું હોય તેમ જણાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

