HomeGujaratમોરબીના ઘૂટું ગામ નજીક સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબીના ઘૂટું ગામ નજીક સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબી પોલીસને બાતમી મળી હતી કે, સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો મોરબીના ઘૂટું ગામ બાજુથી મહેન્દ્રનગર આઈટીઆઈ પાસે મહેન્દ્રનગર ગામ તરફ આવનાર છે. તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસ વોચમાં તે દરમિયાન નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર આવતા તેને અટકાવી રોકી તેમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ-544 બોટલો અને 264 બીયર ટીન મળી કુલ રૂ.- 4,91,660 થતા આરોપીની કાર અને મોબાઈલ સહીત કુલ રૂ.- 20,11,660 નો મળેલ મુદામાલ સાથે ગોપીકિશન બાબુભાઈ ચૌહાણ અને રાજુરામ ભાખારામ પુનીયા નામના બે શખ્સોને પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ પ્રહોબીશન એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW