HomeGujaratમોરબી જિલ્લામાં બે સ્થળેથી ગેર કાયદે હથીયાર ઝડપાયા,બેની ધરપકડ

મોરબી જિલ્લામાં બે સ્થળેથી ગેર કાયદે હથીયાર ઝડપાયા,બેની ધરપકડ

મોરબી જિલ્લા પોલીસે અલગ અલગ બે પોલીસ મથક વિસ્તારમાં ગેર કાયદે હથીયાર લઈને ફરતા બે શખ્સને ઝડપી લીધા હતા અને તેની પાસેથી લાયસન્સ વિના હથીયાર રાખવા બદલ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

હથીયાર સાથે પ્રથમ શખ્સ માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયો હતો મળતી માહીતી મુજબ માળિયા મિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાગડિયા ઝાપા પાસે આવેલા એબનશાહ પીર દરગાહ પાસે એક શખ્સ ગેર કાયદે હથીયાર લઈને ફરતો હોય આ બાતમી આધારે માળિયા મિયાણા પોલીસે દરોડો પાડ્યો હતો અને લતીફ હેદર કાજડીયાને લાયસન્સ વિનાના દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી તો બીજો એક હથીયાર પકડવાનો બનાવ બી ડીવીઝનપોલીસ મથક વિસ્તારમાં બની હતી જેમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા વીશી પરા વિસ્તારમાંથી પોલીસે કુલીનગર 2 માં રહેતા સિકંદર હમરૂ દિન કટિયાને રૂ 10 હજારની કિમતના દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમા ગુન્હો નોધી તપાસ હાથ ધરીહતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW