HomeGujaratતીથવામાં જમીન વિવાદમાં યુવક સાથે બળજબરી કરી રૂપિયા પડાવ્યા, ધમકી આપતા દંપતિ...

તીથવામાં જમીન વિવાદમાં યુવક સાથે બળજબરી કરી રૂપિયા પડાવ્યા, ધમકી આપતા દંપતિ સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના તિથવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મોહમદ તન્સીફ ઇબ્રાહીમભાઇ ખોરજીયા નામના યુવાને તેના જ ગામના ઇમ્તીયાજ દીલાવરશા શાહમદારનામના શખ્સ અને નજમા ઇમ્તીયાજ શાહમદાર નામની મહિલા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ઈમ્તિયાઝ અને નજમા એ તેની પાસે જમીન મેટરમાં નહી પડવાના રૂપીયા દસ થી પંદર હજારની ખંડણી માંગી છરી વાળા ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયભીત કરી રોકડા રૂપીયા બે હજાર બળજબરીથી કઢાવી લઇ તેમજ બન્ને આરોપીઓએ તિથવા ગામના મોમીન સમાજને ગાળો બોલી જાનથી મારી નાખવાની ગર્ભીત ધમકીઓ આપતા અશ્લીલ શબ્દો બોલી વિડીયો બનાવી આરોપી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી મોમીન સમાજને ઉશ્કેરણી કરી ત્રાસદાયક કૃત્ય કરતા ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW