માળિયા મિયાણા તાલુકામાં આવેલાં ખીરસરા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા વિજયભાઈ છગનભાઈ ખાંડેખા નામના ખેડૂતને તેના વેવાઈ સામળાભાઈની ઓળખાણ આપી રાજકોટમાં રહેતા સુરેશ ગોવિંદભાઈ લુણા ગરિયા નામની વ્યક્તિ એ પરિચય કેળવ્યો હતો. બાદમાં કપાસના વધુ ભાવ આપવાની લાલચ આપી તેની પાસેથી મણ દીઠ રૂ.1620 ના ભાવથી 846 મણ કપાસ લીધા હતા. જેની અંદાજીત કિંમત 13.70 લાખ જેટલી થતી હતી. જોકે આ કપાસ લીધા ને આઠ મહિના કરતાં પણ વધારે સમય થવા છતાં સુરેશભાઈ એ રૂપિયા ન ચૂકવતાં અંતે વિજયભાઈએ રાજકોટના સુરેશ લુણા ગરીયા સામે માળિયા મિયાણા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

