રાજયમાં ગણેશમહોત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે જતા લોકો સાથે દુર્ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. પાટણ જિલ્લામાં એક પરીવારના 4 લોકોના ડૂબવાની ઘટનાની હજુ શ્યાહી સુકાઈ નથી ત્યા ગાંધીનગર જિલ્લામાં હૈયુ હચમચાવી નાખતી ઘટના બની છે ગાંઘીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં આવેલ વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે ગયેલા લોકો સાથે દુર્ઘટના બની હતી જેમાં 10 લોકો ડૂબી ગયા હતા ઘટનાની જન થતા દહેગામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ડૂબેલા તમામ લોકોની શોધખોળ કરી હતી કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ 8 લોકોના મૃત દેહ મળી આવ્યા હતા જયારે બે મૃતદેહની શોધખોળ ચાલી રહી છે
ગણેશવિસર્જન સમયે અકસ્માતે 10 લોકો ડૂબ્યા બાદ સ્થાનિકો અને ફાયર જવાનો દ્વારા 8 યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેઓની શોધખોળ માટે NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ પહેલા નડિયાદમાં પણ ગણેશવિસર્જન સમયે ડુબવાની ઘટના બની હતી. ગયા રવિવારે 8 સપ્ટેમ્બરના રોજ નડિયાદના બીલોદરા શેઢી નદીમાં નડિયાદના અને મંજીપુરાના મામા-ફોઈના દીકરા ગણેશ વિસર્જન કરવા જતાં નદીમાં ડુબ્યા હતા. 42 વર્ષિય સંદીપ આશાભાઈ મકવાણા અને 35 વર્ષિય કેતન ગણેશભાઈ મહેરિયા નામના યુવાનો મોતને ભેટ્યા હતા

