ટંકારાની મીતાણા ચોકડી નજીક પોલીસ વોચમાં હોય તે દરમિયાન GJ-35-T-1775 નંબરના છોટા હાથી વાહન શંકાસ્પદ જાણતા તેને અટકાવી તલાશી લેતા ડ્રાઇવર સીટ તથા બાજુની સીટમાં ચોર ખાનુ બનાવી તેમાંથી ઈંગ્લીશ દારૂના કુલ 480 ચપલા અને તે વાહન સહીત કુલ રૂ.- 1,68,000 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ દારૂ સાથે અતુલભાઈ ગોરધનભાઈ વેકરીયા અને ભાવિનભાઈ હસમુખભાઈ અગ્રવાતને પોલીસે ઝડપી લીધા હતા. ટંકારા પોલીસે તે બને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

