મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા માણેક બાગ સોસાયટીમાં ગત સાતમ આથમ પર્વ દરમિયાન મકાન માલિક પરિવાર સાથે બહાર ફરવા ગયા હતા અને આ દરમિયાન તેના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરી તોડી રોકડ 70 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા પરિવાર ફરીને પરત ફર્યો ત્યારે ઘરમાં ચોરીની ઘટના અંગે જાણ થતા તેઓએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની શોધખોળ કરી હતી દરમિયાન શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ મુજબ લાગેલા સીસીટીવી કેમરાની મદદ થી તેમજ બાતમીદારો પાસે થી બાતમી મળી હતી કે પંકજ ઉર્ફે બીસેશ ઢોલી નામની નેપાળી ચોકીદાર જાય એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતો હોય અને પોતે અહીઅલગ અલગ વિસ્તારમાં રેકી કરી જે મકાન બંધ હોય તેની માહિતી અન્ય બે આરોપી હેમરાજ મનબહાદુર સાહી અને ભીમબહાદુર શાહી નામના શખ્સને આપતો હતો જે બાદ બન્ને આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા જેથી પોલીસે આરોપી પંકજ બીશે ભાઈ ઢોલીને ઝડપી લીધો હતો અને આગવી ઢબે પૂછ પરછ કરતા સમગ્ર હકીકત જણાવતા બાકીના નાય આરોપીઓની પણ તપાસ પોલીસે હાથ ધરી હતી પોલીસે આરોપી પાસે થી રોકડ ત્રણ હજાર અને મોબાઈલ સહીત 8 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો