HomeGujaratમોરબી જિલ્લાના શિક્ષક અશોકભાઈ કાંજીયાની ઐતિહાસિક સિદ્ધિ ત્રણ દિવસમાં ચાર સન્માન પ્રાપ્ત...

મોરબી જિલ્લાના શિક્ષક અશોકભાઈ કાંજીયાની ઐતિહાસિક સિદ્ધિ ત્રણ દિવસમાં ચાર સન્માન પ્રાપ્ત થયા

હું કદી શીખવતો નથી સંજોગો જ તેવા પેદા કરું છું, જેથી બાળક આપમેળે શીખી જાય છે. આ શબ્દો છે માત્ર ત્રણ દિવસમાં ભૂતો ના ભવિષ્ય એવા ચાર ચાર સન્માન મેળવનાર મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કાંજીયાના વધુમાં તેમને જણાવ્યુ હતું કે, બાળકના હૃદય સ્થાને પોહચી જઈને શીખવવાની પદ્ધતિ યોગ્ય છે.શાળામાં શિક્ષક પ્રવેશ કરે અને બાળકના ચેહરા સ્માઈલ આવી જાય એટલે શિક્ષક. હું તો એમ કહું મને 35 બાળકો અને મારો વર્ગ જો આપવામાં આવે તો તમે જે કહો તેવો બાળક બનાવી આપુ. માતૃહૃદય રાખીને શીખવે તેનું નામ શિક્ષક.

મોરબી જિલ્લાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અશોકભાઈ કાંજીયાને છેલ્લા ત્રણ દિવસમાં ચાર સન્માન પ્રાપ્ત થયાં છે. જેમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિને ગુજરાતના રાજ્યપાલના હસ્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતી માં ગુજરાત રાજ્ય કક્ષા એવોર્ડ અને બાળ રક્ષક પ્રતિષ્ઠાન ભારત દ્વારા ભારત શિક્ષણ સેવા એવોર્ડ તેમજ SSIF દ્વારા ભારત ગૌરવ સન્માન અને 7 સપ્ટેમ્બર ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણ રત્ન એવોર્ડ માત્ર ત્રણ દિવસ માં ચાર સન્માન મેળવનાર મોરબી જિલ્લાના પહેલા શિક્ષક અશોકભાઈ કાંજીયા એ સમગ્ર દેશમાં મોરબી જિલ્લા તેમજ કાંજીયા પરિવાર નું ગૌરવ વધાર્યું છે. આ સન્માન બદલ અશોકભાઈ કાંજીયાને તેમના મોબાઈલ નંબર 9662370980 પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW