- ટંકારાના સજનપર ગામે મગનભાઈ માવજીભાઈ જીવાણીની વાડીમાં રહેતા નિરાલી પપ્પુભાઈ ડામોર નામની યુવતીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
- વાંકાનેરના સરતાનપર પાસે આવેલ મોટા સિરામિકમાં રહેતા સંજયકુમાર અમીનસિંહ યાદવ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર રાત્રીના આશરે દોઢેક વાગ્યે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા યુવાનના મુત્યુ અંગે નોધ કરી તપાસ કરી છે.
- વાંકાનેરના કોઠારિયા ગામે અનીશાબેન રુકમુદીન શેરસીયા નામના મહિલાએ ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
- મોરબીના લાલપર પાસે આવેલ વોલીસ સિરામિકમાં રહેતા ગોકુલસિંહ શંકરસિંહે નામનો યુવાન ગઈકાલે લાલપર ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં કોઈ કારણોસર પાણીમાં ડુબી જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોંધ કરી છે.

